આજે તારીખ 03/09/2025 બુધવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઝાલોદ પોલિસ સ્ટેશનની વિઝિટ પણ કરવામાં આવી.દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની દાહોદ જિલ્લામાં નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત ઝાલોદ ડી.વાય.એસ.પી કચેરી અને ઝાલોદ પોલિસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી.ઝાલોદ પોલિસ ડીવીઝનમા આવતા ઝાલોદ, લીમડી, સંજેલી, ફતેપુરા, ચાકલીયામા ઉજવાતા ગણેશ ઉત્સવ તેમજ ઈદે મીલાદ માટે શાંતિ સમિતિની એક મીટિંગ યોજી હતી.