જિલ્લાના પાળીયાદ રોડ પંજવાણી કાટા પાસે રહેતી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાસરીયા પક્ષના લોકો દ્વારા તેમને વારંવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી તેમજ અનેકવાર ઝઘડાઓ કરી ઢીકા પાટુનો માર મારતા આખરે મહિલાએ કંટાળી જઈ અને સાસરીયા પક્ષના છ લોકો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી