ડાંગ જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં મોટા અવાજવાળા ફટાકડા ફોડવા તથા ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવા માટે ડાંગ- આહવાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી યુ.વી.પટેલ (જી.એ.એસ.)એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલી સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડયુ છે.