તલસટ ગામના સરપંચે ઝેરી દવા ગટગટાવી હતી,ગામના જ કેટલાક આગેવાનો દ્વારા ઝેરી દવા પીવડાવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.વિકાસના કામોના પૈસા અટકાવતા હોવાના સરપંચે આરોપ લગાવ્યા છે.ત્યારે તલસટ ગામના સરપંચે અંતિમચિઠ્ઠીમાં પોતાની વેદના વ્યક્ત કરી હતી.પૂર્વ સરપંચ અને મળતિયા વિકાસના કામોમાં રોડા નાખી માનસિક ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ધારાસભ્યને અનેક વખત કરી રજૂઆત કરી છતાં નિવેડો ન આવ્યો