આજે તારીખ 07/09/2025 રવિવારના રોજ બપોરે 1 કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને વાકલેશ્વર ડેમ 100% છલકાયો.ડેમની કુલ સપાટી 223.57 મીટર છે અને ડેમ હાલ તેની પૂર્ણ સપાટી સાથે ઓવર ફ્લો થયો.ડેમ ઓવર ફ્લો થતાં નીચાણવાળા 7 ગામોને કરાયા એલર્ટ. દાહોદ જિલ્લામાં આવેલ 8 ડેમ પૈકી કુલ 7 ડેમ થયા ઓવર ફ્લો.