ગુજરાતમાં અંબાજી ભાદરવી પૂનમનો મેળો ભક્તિ અને આસ્થાનો મહાપર્વ છે. દર વર્ષે લાખો મા અંબાભક્તો દૂર દૂરથી પગપાળા દર્શન કરવા નીકળે છે. ત્યારે વિસનગર થી ખેરાલુ હાઈવે રોડ પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ થી વાતાવરણ ગુંજી ઊઠયું છે. ત્યારે વિસનગર થી ખેરાલુ રોડ પર મહેસાણાના નીલકંઠ યુવક મંડળ દ્વારા 165 ગજની ધજા સાથે માં અંબાના ધામમાં 30 યુવકો નીકળ્યા છે. જે ધજા એ રોડ પર આકર્ષણ જમાવ્યું છે.