ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્વર્ગસ્થ માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા બિહારના જાહેર મંચ પરથી કરાયેલ અભદ્ર અને અશોભનીય ટિપ્પણીને લઈને આજે ગાંધીધામમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે ગાંધી માર્કેટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન "રાહુલ ગાંધી હાય હાય" અને "કોંગ્રેસ હાય હાય" ના નારા લગાવવામાં આવ્યા હતા.