સરહદી વિસ્તારમાં આવેલ વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા છે.વરસાદી પાણીને લઈને સ્થાનિકોને ચાલવું મુશ્કેલ બની ગયુ છે.જોકે બનાસકાંઠામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈને તંત્ર દ્વારા પણ તમામ નાગરિકોને તકેદારી રાખવા જાણ કરવામાં આવી છે.નદીકાંઠા તેમજ ડેમ નિચાણવાળા વિસ્તારોમાં આવેલ ગામોને સાવચેતી રાખવા ખાસ આગ્રહ પૂર્વક જણાવવામાં આવ્યું છે.