નવસારી જિલ્લાના જમાલપોર વિસ્તારમાં ગર્ભવતી પરિણીતા ખેવના નાયક અને તેની બે દીકરીઓના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસએ મૃતક પરિણીતા ના પતિ હાર્દિક નાયક વિરુદ્ધ આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા અને ઘરેલુ અત્યાચારનો ગુનો નોંધ્યો છે. સુરતના ઓલપાડ તાલુકાના વડોદ ગામની રહેવાસી ખેવના નાયકએ 31 ઓગસ્ટના રોજ ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ હાલતમાં દીકરીઓ સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.