શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ સમગ્ર દેશમાં “સ્વછોત્સવ” અંતર્ગત “એક કલાક સફાઈ ઝુંબેશ” મનાવવામાં આવી રહી છે. તે અનુસંધાને આજે સાવલી તાલુકાના તુલસીપુરા ગામની પ્રાથમિક શાળામાં વહીવટી તંત્ર દ્વારા “સ્વચ્છતા હી સેવા” ના સુત્ર સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સ્વયં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ તથા સ્થાનિક ગ્રામજનો સાથે મળીને શ્રમદાન કર્યું હતુ