સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા દિલ્હી ગેટ વિસ્તારમાં ગુરુવારના રોજ હેલ્મેટ ના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અન્ય શહેરની જેમ સુરતમાં પણ હેલ્મેટ ના કાયદામાં લોકોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને લઈ સુરત શહેર મહિલા કોંગ્રેસી કાર્યકરોએ હાથમાં હેલ્મેટ લઈ જમીન પર પછાડી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા મહિલા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનની અટકાયત કરવામાં આવી હતી.હેલ્મેટ નો કાયદો શહેરી વિસ્તારમાં મરજીયાત કરવા માંગ કરી.