સુરત રેલવે SOG પોલીસે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂપિયા 3,65,000ની કિંમતનો 36.5 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.આ કાર્યવાહી દરમિયાન એક આરોપી પ્રતાપચંદ્ર ગોડાની ધરપકડ કરવામાં આવી છે.રેલવે SOG પોલીસ નિયમિત તપાસ કરી રહી હતી તે દરમિયાન પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રતાપચંદ્ર ગોડાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે તેની તલાશી લેતા, તેની પાસેથી 36.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.