શામળાજી પોલીસ મથક હેઠળની અણસોલ ચેકપોસ્ટ પર પોલીસકર્મીઓ વાહન ચેકીંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકી તલાશી લેવાઈ હતી.તલાશી દરમિયાન ગાડીમાંથી ૫૪૯ નંગ દારૂની બોટલો મળી આવી, જેની બજાર કીમત રૂ.૧,૬૫,૮૫૦ જેટલી થાય છે.પોલીસએ આ ગાડી સહિતનો કુલ રૂ.૩,૮૫,૮૫૦ નો મુદ્દામાલ કબ્જે લીધો છે.આ કામગીરીમાં પોલીસે આરોપી કિશન જાટને સ્થળ પર જ ઝડપ્યો હતો.હાલ આ મામલે શામળાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.