કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ, સિધ્ધપુર ખાતે 'સહકારથી સમૃદ્ધિ' અંતર્ગત સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં કેબિનેટ મંત્રીશ્રીએ સહકારી આગેવાનોને સાથે સંવાદ કરી સહકાર ક્ષેત્રની તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે માર્ગદર્શન કર્યું હતું.