બુધવારના 5 કલાકે જાહેર કરેલા પરિણામ ની વિગત મુજબ આજરોજ સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરપંચની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પારડી તાલુકામાં સાત ગ્રામ પંચાયતમાંથી ચાર ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નિમ્ખલ,અર્નાલા,નેવરી અને માછીવાડ આ ચાર ગ્રામ પંચાયતમાં પરિણામ જાહેર કરવામાં આવતા વિજેતા ના સમર્થકો તેમના અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા.