ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર પોતાનાં કબ્જાની સ્પ્લેન્ડર મો.સા. નં. જીજે-૦૫એસએ-૯૬૯૦ લઈને પીપોદરા નેશનલ હાઇવે નં-૪૮ પરથી પસાર થઇ રહ્યા હતા. જે દરમ્યાન પુરપાટ માતેલા સાંઢની જેમ આવી રહેલા ટાટા ટેંકર નં. એમએચ-૪૬-એચ-૦૮૩૧ નાં ચાલક પોતાનાં કબ્જાનું ટેંક પુરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી લાવી ઠાકોરભાઇની બાઇકને અડફેટમાં લઇ લીધા હતા. જોકે સુચીત અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ઠાકોરભાઈ રસ્તા પર નીચે પટકાઈ જતા ગંભીર ઇજા થતા મોત થયું છે.