ઐતિહાસિક અંજારને રળિયામણો અને વધુ સુવિધાજનક બનાવવા માટેના આયોજન હેઠળ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા સરકાર પાસે જરૂરી ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી હતી જે ગ્રાન્ટ મંજૂર થતાં શહેરની ચારે બાજુ પ્રવેશદ્વાર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નગર પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ આ બાબતે આજરોજ સવારે અંદાજિત 12:30 વાગે મીડિયા સમક્ષ માહિતી આપી હતી.