ગત રાત્રે બે વાગ્યાની આસપાસ અંજાર પોલીસે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા રહે.વર્ષામેડી તા.અંજાર વાળો વર્ષામેડી ગામના ગેટ પાસે ઠાકર મંદિર પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટાના વાડામાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી સચોટ બાતમી હકિકત આધારે રેઈડ કરી 54,240 કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બોટલો પકડી પાડી પકડવાનો બાકી આરોપી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.