શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે રસ્તાઓ બિસ્માર બન્યા છે.ઉધના,પાંડેસરા,સહારા દરવાજા,પુણા પાટિયા રોડ સહિત અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ની હાલત ખરાબ અને દયનીય છે.જે રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે.પાલિકા તંત્ર પ્રત્યે લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.લોકો માટે કમરતોડ અને માથાના દુખાવા સમાન આ રોડ રસ્તાઓ ની તાકીદે રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.