કલોલ તાલુકાના ભાડજ રોડ પરથી તેજ ઝડપે જઇ રહેલા પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેમાં એક્ટિવા પર ગંભીર રીતે ઇજા પામેલા બે બાળકના મોત થયા હતા જ્યારે માતાને ગંભીર ઇજા થઇ હોવાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સાંતેજ પોલીસે પીકઅપ ડાલાના ચાલક સામે ગુનો દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.