દહેગામ તાલુકામાં મેશ્વો નદી બેકાંઠે વહી રહી છે. દહેગામ તાલુકાના બાબરા ગામનો 37 વર્ષીય કિરણજી બાલાજી કંથારપુરા ચકેડેમ પાસે પાણી જોવા ગયો હતો. ત્યારે યુવકનો એકાએક પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. કિનારે ઉભેલા લોકોએ બુમાબુમ કરતા સ્થાનિક તરવૈયાઓએ યુવકને બહાર કાઢ્યો હતો. પરંતુ યુવકનું મોત નીપજ્યું હતુ. લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.