સત્તાવાર રીતે હજુ સુધી ચોમાસાના વિદાયની જાહેરાત નથી કરાઇ. છૂટો-છવાયો વરસાદ હજુ પણ પડી રહ્યો છે. રવિવારે રાત્રે 2 વાગ્યે બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે જ દહેગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બે કલાકમાં જ દહેગામ તાલુકામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. જે રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.