પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકા ના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમ માંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહમાં બે યુવતીઓ ભેંસ ચરાવતી વખતે આવેલા પાણીના પ્રવાહમાં તણાતા અવસાન પામી હતી. આ દુખદ ઘટનાના પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિવારને મળીને સાંત્વના આપીને પીડિત પરિવારને ચેક અર્પણ કર્યો હતો.કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બંને દીકરીઓની આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી હતી અને પરિવારને સાંત્વના આપી હતી