અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે યુવકને માર મારવા અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કુખ્યાત ભાવેશ ઉર્ફે મંગો દ્વારા એક મુસાફરને રોકી લૂંટ કરવામાં આવતા અજાણ્યા શખ્સોએ તેને માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તેને પકડવા ગઈ ત્યારે પોલીસ પર પણ તેને હુમલો કર્યો હતો.આ મામલે કુલ 3 ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે કે ડિવિઝનના ઇન્ચાર્જ ACP રીના રાઠવાએ વિગતવાર ખુલાસા કર્યા હતા.