અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત નો બનાવ સામે આવ્યો છે. કાર ચાલકે કાબુ ગુમાવતા દુકાનમાં કાર ઘુસાડી હતી. તેમજ પાર્ક કરેલા ટુ-વ્હીલર પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં કારચાલકની ઈજાઓ તથા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે અને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.