મૂળી તાલુકાના સોમાસર ગામે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી મનરેગા કામમાં વર્તમાન સરપંચ શકુંતલાબેન દ્વારા તે સમયે આંગણવાડીમાં ફરજ બજાવતા હોવા છતાં મનરેગનુ જોબકાર્ડ કઢાવી લાભ લીધો હોય જ્યારે તેઓના પતિ હસુભાઈ ગોલાણી, તલાટી પૃથ્વીરાજસિહ પરમાર, મેટ કારકુન શાંતિભાઈ કોરડીયા, ટેક્નિકલ આસિસ્ટન્ટ દીક્ષિતભાઇ પ્રજાપતિ તથા એપીઓ રામભદ્રસિંહ જાદવ સહિતનાઓ દ્વારા સરકારી કામમાં બેદરકારી દાખવવા બદલ ગુજરાત હાઇકોર્ટના આદેશથી તમામ વિરુધ ગુન્હો નોંધાયો છે.