સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. દર્દીઓ સાથેના ઘર્ષણના પગલે ઇમરજન્સી વિભાગના રેસિડન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી દેતાં હોસ્પિટલના ટ્રોમા સેન્ટર સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે સારવાર માટે આવેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે.વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સારવાર અર્થે આવેલા એક દર્દીએ તબીબો જોડે બોલાચાલી કરી હતી. આ અંગે ફરિયાદ કરવા માટે તબીબો સીએમઓ પાસે ગયા હતા.