ગુરુવારે જિલ્લાના લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અરજદારશ્રીઓના પ્રશ્નોને કલેકટરે પ્રત્યક્ષ રીતે સાંભળી, નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા. જિલ્લાવાસીઓના પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિકાલ માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો.