બહુચરાજી ખાતે આવેલ વર્ષો જુના રામજી મંદિર માથી બપોરે ત્રણ વાગ્યે જલજીલણી અગીયારસ નિમિત્તે લાલજી ( શ્રી કુષ્ણ ) ભગવાનની રંગ બેરંગી રંગોની છોળો સાથે તાસાઓ અને પીપુડા.ઠોલોની રમઝટ સાથે મોટીસંખ્યામાં ભાવી ભકતો દ્વારા જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના નાદ નગરના રસ્તાઓ ઉપર ગુંજન કરતા કરતા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી તેવી શોભાયાત્રા બહુચરાજી નગરમાં શ્રંધાળુઓને દર્શન આપતી આપતી તળાવ પાસે લાલજી ભગવાનને જલાભિષેક કરીને નિજ મંદિરે પરત લાવ્યા હતા