સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં વૃક્ષ ધરાશાઈ થઈ તૂટી પડ્યું હતું.અંદાજિત 43 વર્ષ જૂનું તોતિંગ શનિવારે બપોરે એક કલાકે એકાએક તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી.બાજુમાં જ આવેલ હાથલારી અને બંધ કેબિન પર વૃક્ષ તૂટી પડતા મોટી જાનહાનિ ટળી હતી.બનાવના પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી.જો વૃક્ષ કોઈ રાહદારી પર પડ્યું હોત તો મોટી ઇજા કર જાનહાનિ થઈ હોત.પરંતુ દુર્ઘટના ટળતા લોકોએ રાહત અનુભવી હતી.