જમ્મુના ઉધમપુરની 24 વર્ષીય મનકારાધા અનિલકુમાર ભગતની પારડી પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર એડ મૂકી ટેલિગ્રામ લિંક દ્વારા ન્યુડ વીડિયો બતાવવાની લાલચ આપી હતી. પારડીના યુવકે 10 મે 2025ના રોજ @monikababy33 નામની ટેલિગ્રામ લિંક ઓપન કરી હતી. આરોપી મહિલાએ વિવિધ પેકેજના નામે પૈસા માંગ્યા હતા. યુવકે પ્રથમ 901 રૂપિયાનું પેકેજ લીધું હતું.