બાપુનગર વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિરનું તાળું તોડીને તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના પૂજારીએ જણાવ્યું કે એક શખ્સ મંદિરમાં ઘૂસી આવ્યો હતો અને મૂર્તિ પણ ખંડિત કરી હતી. તેણે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હોવાનું પણ પૂજારી અને સ્થાનિકોએ જણાવ્યું. સ્થાનિકોએ આખરે આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. જેની ઓળખ રઝાક આલમ તરીકે થઈ છે.