તા. 24/08/2025, રવિવારે સાંજે 4 વાગે મળેલી માહિતી અનુસાર ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અમદાવાદનાં વાસણા બેરેજમાંથી આ પાણીનો નિકાલ હાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધોળકા તાલુકાના નદી કાંઠાનાં 20 ગામોને ધોળકા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.