રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક નજીક, સેફ્ટી મોલની બાજુમાં ખોડિયાર સોસાયટી શેરી નંબર ૯ પાસે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ ગોરખપુરના રાજુ શાહ તરીકે થઈ છે.પોલીસને આ ઘટનાની જાણ થતાં, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.