રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડ હેદરીચોકમાં મોડી રાત્રે સર્વિસ સ્ટેશનમાં કામ કરી રહેલા સર્વિસ સ્ટેશનના મલિક કર્મચારી અને કર્મચારીના બનેવી લોખંડના થાંભલામાં વેલ્ડીંગ કરી થાંભલો ઉભો કરતા વીજ લાઈનને અડી જતા ત્રણેયને શોર્ટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સર્વિસ સ્ટેશનના સંચાલક અને કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ