સુઈગામ અને વાવમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોના મદદ માટે રબારી સમાજ આગળ આવ્યો છે. આપદાની આ ઘડીમાં રબારી સમાજના અધિકારી કર્મીઓએ સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરી બાળકોને મદદરૂપ થવા માટે રૂ.ચાર લાખ જેટલી રકમ એકત્ર કરી સમાજસેવા અને શિક્ષણના સમન્વયનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ રકમમાંથી સુઈગામ અને વાવ તાલુકાના ૧૯ ગામોના બાળકો માટે અંદાજે ૮૦૦ જેટલી શૈક્ષણિક કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવી છે.