વડોદરા : તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ હરકતમાં આવી છે.ક્રાઈમબ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા માંજલપુર,અટલાદરા તથા રેલ્વે ટ્રેકની આજુબાજુના અઢી કિલો મીટરના અવાવરું વિસ્તાર કે જ્યાં ગુનેગારો છુપાઈને આશરો લઈ શકે તેવી 12 જગ્યા ઉપર સર્ચ કરવામાં આવ્યું,રોડ સાઈડના દંગાપડાવ પર પણ ચેકિંગ કર્યું,કુલ 18 જેટલા શંકાસ્પદ ઈસમોને ફિઝિકલ રીતે ચેક કરવામાં આવ્યા તેમજ ગુન્હાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરાઈ હતી.