થરાદના કરબુણ ગામમાં ભાદરવી અગિયારસના પાવન દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિરથી ગામના બાગ સુધી ભજન-કીર્તન સાથે રેલી નીકળી હતી. ઠાકોરજીના દર્શન માટે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક લાભ લીધો હતો. ઢોલ-નગારાના તાલે ગામના લોકો ઉત્સાહપૂર્વક નાચી ઉઠ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી.