નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આજે પ્રધાનમંત્રીશ્રી Narendra Modi સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમય જીવન માટે આજે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે ડાંગ જિલ્લાના જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ સાથે ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી. જગતજનની માં જગદંબા તેમના પર હંમેશા આશીર્વાદ વરસાવે અને તેઓ દેશની વિકાસ યાત્રાને વધુ આગળ લઈ જાય તેમજ રાષ્ટ્ર સેવાના તેમના સંકલ્પને વધુ બળ આપે તેવી અભ્યર્થના કરી.