વરાછા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા વિશ્વ હિંદુ પરિષદ બજારંદલ ના શહેર મહામંત્રી વિક્રમ ભાટીએ જણાવ્યું કે,આ વખતે વિધર્મી મુક્ત નવરાત્રી મનાવવામાં આવે તેવું અમે ઇચ્છી રહ્યા છે.નવરાત્રી એ હિન્દુ ધર્મના લોકોનો ધાર્મિક આસ્થા અને માં અંબા ની આરાધનાનો તહેવાર છે.આ તહેવાર દરમ્યાન નવરાત્રીના આયોજન સ્થળે વિધર્મી ની નો એન્ટ્રી રહેશે.જો કોઈ વિધર્મી ને આયોજનના સ્થળે રાખશે તો vhp બજરંગ દળ તેનો વિરોધ નોંધાવશે.પોલીસને સાથે રાખી કાર્યવાહી કરાશે.