ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી આવતી ઇગલ ટ્રાવેલ્સની બસમાંથી વિદેશી દારૂની હેરાફેરીના નવા કીમિયાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે બસમાંથી ખાસ રીતે તૈયાર કરાયેલા એલ્યુમિનિયમ સિલિન્ડરમાં છુપાવેલો 42,000ની કિંમતનો દારૂ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે.