ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશનના સહયોગથી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલા કેદીઓના માનસ પરિવર્તન થાય તેને લઈને રમતગમતની વિવિધ ગેમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચેસ કેરમ વોલીબોલ જેવી રમતો માં મોટાભાગના કેદીઓએ લાભ લીધો હતો.. જેલમાં રહેલા કેદીઓના માઈન્ડ પર કોઈ અસર ન થાય અને સમાજમાં પણ સારી છાપ મળે અને ભવિષ્યમાં બહાર નીકળી અને સારી કામગીરી સાથે જોડાય તેને લઈને આ રમત ગમતનું આયોજન કરાયું હતું..