આજે તારીખ 24/08/2025 રવિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ચારે ચાર બાળકો ચક્રફેંકમા નંબર લાવ્યા.ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની ચક્રફેંક સ્પર્ધામા સુંદર પ્રદર્શન કરી ગામનું ગૌરવ વધારી નામ રોશન કરેલ છે. આદિવાસી સમાજ માંથી આવતા આ બાળકોએ ચક્રફેંક સ્પર્ધામા જિલ્લા લેવલે ઝળકતા આદિવાસી સમાજ, પરિવાર તેમજ સ્કૂલનુ નામ રોશન કરેલ છે. બંબેલા પ્રાથમિક શાળાની કન્યા મછાર સોનલબેન સુમેશભાઈ અંડર-14 માં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.