આજ રોજ ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર કચેરીમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જિલ્લા નોટરી એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ તરીકે મોરબીના ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રભાઈ મહેતા, સેક્રેટરી તરીકે હિરેનભાઈ નિમાવત અને જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિરુદ્ધસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે.