નવસારી સહિત અલગ અલગ જિલ્લા અને તાલુકામાં આવેલી ખેડુતોની મહામૂલી જમીનમાંથી પાવરગ્રિડ કંપની દ્વારા વીજ લાઇન પસાર કરવા માટે જમીન સંપાદન ની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.જો કે બજાર ભાવ કરતા ઓછા ભાવે ખેડૂતોની જમીન પડાવી લેવાનો પ્રયાસ કંપની કરી રહી હોવાના આક્ષેપ થયા છે.જ્યાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.ત્યારે ખેડૂતોના હિતમાં ભાજપના ધારાસભ્ય ગણપત વસાવા સહિત અન્ય ધારાસભ્યોએ ઉચ્ચ વળતર ની રજૂઆત કરી હતી.