આજે તારીખ 31/08/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે ઘરોમાં અને રોડ પર પાણી ફરી વળ્યું.સિંગવડ નગરમાં મધ્યરાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નીચવાસ બજારમાં કેટલાક મકાનોમાં પાણી ભરાયા.વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ પર એક થી દોઢ ફૂટ પાણી ભરાઈ જતા આમ જનતાની હાલત બેહાલ.સિંગવડ થી મંડેર,માતાના પાલ્લા,વડાપીપળા, કાળિયા રાય,કેળકુવા વચ્ચેનો કબુતરી નદી ઉપર પાણી જતા રસ્તો બંધ કરતા અનેક ગામોનો સંપર્ક વિહોણા થયા.