વેરાવળ ખારવાસમાજ આયોજીત ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજી મેળામાં ભાદરવા સુદ એકમના દિવસે વહેલી સવારે સૌપ્રથમ વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વષો ની પરંપરા મુજબ ભવાની માતાજી ને પુજાપો અને મહઆરતી કરી ધ્વજા ચડાવવામાં આવેલ. આ પૂજાપો ચડાવ્યા બાદ સમગ્ર ખારવા સમાજના ઘરે ઘરે થી પૂજાપો ચડાવવામાં આવે છે આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાનોની હાજરી જોવા મળી.