વિજયનગર તાલુકાના વાંકડા ગામે આજરોજ સમય 6 કલાકે મોડિયા ફળિયામાં 9 ફૂટ લાંબો અજગર ઝડપાયો હતો ખેડૂત મોડિયા નવનીતકુમાર બધાજી નાં ખેતરમાં અજગર જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગમાંથી પરીક્ષેત્ર વન અધિકારી ડી.આર.મકવાણા ના માર્ગદર્શન અને સૂચના અન્વયે વન રક્ષક એ કે ચોધરી, વી એમ ડાભાણી, એચ જી દેવ સ્થળે જઈ અજગરને પકડી સુરક્ષિત જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.