પંચમહાલ જિલ્લામાં 16 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે “નમો કે નામ રક્તદાન મહા કેમ્પ” યોજાવાનો છે. તેની તૈયારી માટે ગોધરા BRGF ભવન ખાતે બેઠક યોજાઈ હતી. આયોજન માટે રણજીતસિંહ ચૌહાણ મુખ્ય કન્વીનર અને હિરેનભાઈ પટેલ મહામંત્રી તરીકે નિયુક્ત થયા. રાજ્યભરમાં એક લાખ બ્લડ બોટલ એકત્ર કરવાની યોજના હેઠળ પંચમહાલ જિલ્લાને 5000 બોટલનું લક્ષ્ય અપાયું છે. જિલ્લા રેડક્રોસ સાથે સમન્વય શરૂ કરાયો છે.