ઝાંક જલુન્દ્રા મુખ્ય નર્મદા કેનાલમાં એક ગાય અજાણતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કેનાલમાં ખૂબ પાણી હોવાથી ગાય પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી. આ દરમિયાન જિલ્લા પંચાયતમાં ચિટનીશ તરીકે ફરજ બજાવતા દહેગામના પૂર્વ આસિસ્ટન્ટ ટીડીઓ કનુભાઈ પટેલની નજર ગાય પર પડી હતી. જે બાદ કનુભાઈએ સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.